ગીત - હરિ
ગીત - હરિ


હરિ તમે આચમનીમાં ધરેલ પાણી,
પંચામૃતની સોડમ લેશે અમને તાણી.
હરિ ઓઢો તમે આ હુંફાળો તડકો,
એક એક રૂવાંડે હરિવર અમને ઉષ્ણ અડકો.
સઘળી નદીઓનાં સ્મરણ જીહ્હવાગ્રે વાણી,
હરિ તમે આચમનીમાં ધરેલ પાણી..
ભીનાં વસ્ત્રે કરું હું જરી ને તરભાણું કોરું,
ચંદન લેપ લગાવી અંગે અંગે મહોરું.
સજી વાઘાં હરિવર બિરાજો, કરવી છે ઉજાણી,
હરિ તમે આચમણીમાં ધરેલ પાણી.