STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational Children

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational Children

ઘુઘરિયાળા પારણે

ઘુઘરિયાળા પારણે

1 min
144

ઘુઘરિયાળા પારણે પોઢાવું મારા લાલ

હુલુલુ હાલરડાં ગાઉં

હૈયાના હેતે ઝૂલાવું,


બચપણ તારું ફૂલડાં જેવું

નજરું કજરાળી ભોળી ભોળી

આશિષ ઢોળે ભારતી માતા

આઝાદીનું છત્તર તવ શિરે

ઝૂલાવું લાલ પારણિયું ધીરે

હુલુલુ હાલરડાં ગાઉં,


હરખજે હીંચી દેતો હુંકારો

કહું છું દાદાની ડેલીની વાતું

ચરખો કાંતે સંત પોતડી ધારી

જન આંધીની અહિંસા જ્યોતું

હુલુલુ હાલરડાં ગાઉં

હૈયાના હેતે ઝૂલાવું,


ગાલ રે ગુલાબી ચૂમું આશિષે

મળી આઝાદી આજ અમૃત ટાણાં

ત્યાગી બલિદાની સાવજોને વંદન

થઈ મોટો ગાજે જયહિન્દનાં ગાણાં

હુલુલુ હાલરડાં ગાઉં

હૈયાના હેતે ઝૂલાવું


રેશમિયા દોરે હીંચાવું હસાવું

વીસમી સદીના બાળારાજ 

બોલે કાલું વ્હાલું હૈયાનું ગાણું

ધન્ય ! ધરોહર દેશની સરતાજ

હુલુલુ હાલરડાં ગાઉં

હૈયાના હેતે ઝૂલાવું


આજ પોઢી લેજે લાલ રે મારા

તેજ લિસોટે ઝગમગવા આભ

ફોરમે ફોરજે તું મારા ફૂલડા

નવયુગની વસંતના દેવા લાભ

હુલુલુ હાલરડાં ગાઉં

હૈયૈના હેતે ઝૂલાવું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational