ઘર ખાવા ધાય છે
ઘર ખાવા ધાય છે
સ્વયંભુ કરફ્યુ અને લૉકડાઉનમાં ઘરે રહીને,
હવે તો ઘર ખાવા ધાય છે.
આ કોરોનામાંં નિશાળો બંધ થઈ ગયા પછી,
કોઈ છોકરાઓનું તો વિચારો !
ભણ્યા ને બહાર રમ્યા વગર તો એમને હવે ઘર
ખાવા ધાય છેે.
લેપટોપ અને મોબાઈલની સામે બેેેસી, ઓનલાઈન ભણી- ભણી ને,
હવે તો તેમનું માથું દુ:ખી જાય છેે.
પરીક્ષાનો ડર પણ હવેે ક્યાં,
હવે તો માસ પ્રમોશન જ અપાય છે.
ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, બેડમિન્ટન એ તો હવે મોબાઈલમાંં જ રમાય છે.
નિશાળે જતાં, હસતા-કૂદતાંં, મિત્રો ને મળતા છોકરાઓને,
હવે તો બધું સપનામાંજ દેખાય છે.
છેલ્લા સવા વર્ષથી ઘરમાંજ પુરાયેલા બાળકો ને લાગે છે કે,
ઘરની વસ્તુઓ પણ હવે તો તેેેેમને બહાર હડસેલવા જાય છે.
