ઘણી
ઘણી
શબ્દોની એ શરારત કરી ઘણી,
અંતરમાં હતી વાત કરી ઘણી,
નયનની નયનથી થૈ મુલાકાત ને
અંધારી રાતને પ્રભાત કરી ઘણી,
ને પછી શબ્દશૂન્ય બન્યાં ઉભય,
સુંદરતા આત્મસાત કરી ઘણી,
હલચલ મચી ગઈ ઉરમાં કેટલી !
ઈપ્સિત પામ્યે નિરાંત કરી ઘણી,
હશે સંકેત રખેને ઈશનો એમાંય,
વિદાયે શબ્દસોગાત કરી ઘણી.