ગાડીની રાહ
ગાડીની રાહ
રેલ્વે સ્ટેશન જઈને ગાડીની રાહ જોઈએ,
ફરવાને બહાને આજે રેલ્વે સ્ટેશન જઈએ.
સ્ટેશનનાં બુક સ્ટોરથી ચોપડી લઈએ,
પુસ્તક વાંચતા થોડા વિચારતા થઈએ.
સ્ટેશનનાં ટી સ્ટોલની ચા પીએ,
ચાની ચૂચકી લેતાં સુખ શોધી લઈએ.
સ્ટેશનનાં નાસ્તા સ્ટોલ પર બેસીએ,
ગરમા ગરમ સમોસા ભજીયાં ખાઈએ.
સ્ટેશન પર અવર-જવર નિહાળીએ,
સામાન સાથે ઝડપભેર દોડી જતાંને માણીએ.
સ્ટેશનથી રેલગાડીની સવારી કરીએ,
"નાના" આજ નવા શહેરની મુલાકાત લઈએ.
