એવું થોડું છે..
એવું થોડું છે..
બધું બધાને મળે એવું થોડું છે..
જીંદગી જીવવા મળે એ શું થોડું છે..
દિવસ ભર રાહ જોઈ છે તારી ખબર છે તને..
સાંજે તારાં પાલવમાં ઢળવાં મળે એ થોડું છે..!!
જો નાખ નજર તો જોવાં મળશે બધું તને..
રોજ ગુલાબી હોય મોસમ એવું થોડું છે..
ખબર છે એટલેજ સાચવ્યાં છે બધાં..
કિસ્સા નકામાં હોય બધાં એવું થોડું છે..!!
નથી વણજાર લાંબી છતાં છે તો ખરી જ..
હિસ્સા એ યાદોનાં જ હોય એવું થોડું છે..!!
વહે છે એજ તને ક્યાં જાણ છે આજે પણ..
એ હાજરી શ્ર્વાસમાં છે તારી એવું થોડું છે..!!

