એવું બંધન પ્રેમનું
એવું બંધન પ્રેમનું
એવું બંધન પ્રેમનું તારી સાથે છે મારે,
જુદાઈ સાથે એક જુનો સંબંધ છે મારે.
તારા પ્રેમનું વ્યસન છે મારે,
તારીજ પ્રિતનું બંધન છે મારે.
દિલની ભાવનાઓ કેમ બતાવવી મારે,
કેમ કરી સમજાવી દિલની વ્યથા મારે.
તારી સરલ વાતો જીવવાનું બળ છે મારે,
અને તારા નિસ્વાર્થ પ્રેમનું વ્યસન છે મારે.
લાગણીઓના ભાવમાં વહેવું મારે,
તારાં માસુમ સવાલોમાં ખોવાવુ મારે.