STORYMIRROR

Ramesh Bhatt

Fantasy

3  

Ramesh Bhatt

Fantasy

એટલે પગમાં ચડ્યાં છે ગોટલા

એટલે પગમાં ચડ્યાં છે ગોટલા

1 min
26.9K


એટલે પગમાં ચડ્યાં છે ગોટલા,

તું ઉપાડીને ફરે છે પોટલાં.


સ્વાદ સારા રસનો લેવો હોય તો,

ઉતરશે કેરીની માફક છોતરાં.


આભ એ તો કંઈ નથી એવું નથી.

વાદળાંને છે પવનના છોગલાં.


હા કવિતા ચાલતાં રસ્તે મળે.

હોય જો મન મીઠડાં ને મોકળાં.


ના ઉધારી હોય નહીં અનુરાગ માં.

સ્મિત ઝરતાં નયન ચૂકવો રોકડાં.


બોલતાં વિચારવું કવિએ સતત.

સ્વપ્ન આવ્યે ઢળે છે જો પોપચાં.


કવિતા છે 'રશ્મિ'નું સાચું સ્વજન.

શબ્દ સ્પંદન છે બહુ કહ્યાગરાં.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy