...એટલે ખટકું છું
...એટલે ખટકું છું
જેવો છું એવો લાગુ છું, એટલે ખટકું છું,
સીધા રસ્તે ચાલુ છું, એટલે ખટકું છું,
સંબંધોના સરવૈયામાં ગોટાળા નહીં ચાલે,
ચોખ્ખે ચોખ્ખુ રાખુ છું, એટલે ખટકું છું,
પીઠ પાછળથી વાર કરતા નહીં આવડે,
મોઢામોઢ જ બોલુ છું, એટલે ખટકું છું,
તારી મારી આધી-પાછી નહીં કરવાની,
નિજ મસ્તીમાં મ્હાલુ છું, એટલે ખટકું છું,
આંખોમાં આંખો રાખી વાત કરવી છે મારે,
ના કે ચોરી-છૂપી રાખું છું, એટલે ખટકું છું,
કટકી-બટકી ટેબલ નીચે "નાના"ને નહીં ચાલે,
મ્હોં પર કે તો આવુ છું, એટલે ખટકું છું.
