એમ ચેહર મા દોડતા આવે
એમ ચેહર મા દોડતા આવે


અંતરથી યાદ કરું ને તમારી પૂરાય હાજરી એમ પણ બને,
અને ચેહર મા દોડતા આવે માફા જોડી ને એમ પણ બને.
હું દિવાસ્વપ્ન જોવું ને માથે હાથ તમારો ફરે ચેહર માવડી,
દિલની ભાવનાઓ ટહૂકી ઉઠે કોયલ બની એમ પણ બને.
હું ચાલતો હોય જે રાહમાં, એ રાહે તમે જડો હસતા ચેહર માવડી,
ને એ જીવનપંથે મયૂર ગહેંકી ઉઠે આનંદી સૂરમાં એમ પણ બને.
ચીતરું લાગણીની પંચમ ભાતને ઓઢણી મહીં ભાવથી,
ને એ જ ઓઢીને તમે મળો પ્રભાતમાં એમ પણ બને માવડી.
ગોરના કૂવે વસંતપંચમીનો મોહત્સવની ઉજવણી નિમિત્તે,
માઈ ભક્ત રમેશ ભાઈ નાં ભાવમાં ભીંજાઈ તમે બનો તરબતર એમ પણ બને.