Bhavna Bhatt

Inspirational

5.0  

Bhavna Bhatt

Inspirational

એક સ્ત્રીની શક્તિઓ

એક સ્ત્રીની શક્તિઓ

1 min
353


અબળા કહે છે સ્ત્રીને,

પણ એ શક્તિનો અવતાર છે.


જેનામાં નવદુર્ગા જેવું તેજ છે,

એટલે જ એ ઘર, નોકરી સંભાળે છે.


સ્ત્રીમાં હિમાલય જેવી અડગતા છે,

એટલે જ દુઃખો સામે ટકી શકે છે.


નવસર્જન કરવાનું વરદાન છે,

એટલે જ મમતા ની દેવી છે.


બે કુળની લાજ ધૂપસળીની જેમ,

જળીને સુગંધ રેલાવે છે.


એટલજ સ્ત્રી પારકાંને,

પોતાના બનાવી શકે છે.


મેઘધનુષ બનીને રંગો જીવનમાં ભરી દે છે,

એટલે જ સ્ત્રી પ્રેમ વરસાવી શકે છે.


કુદરતે બનાવેલ આ દુનિયાનું શ્રેષ્ઠ સર્જન છે,

એટલે જ નમ્રતા અને સમર્પણની,

ભાવના દરેક સ્ત્રીનો સ્વભાવ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational