એક સપનું મારૂં પણ હતું
એક સપનું મારૂં પણ હતું
સફળતાની ઉંચાઇએ ઉડવાનું એક સપનું મારૂ પણ હતું,
ઉડતા પંખીની જેમ પાંખો ફેલાવી ગગનને અડી જવાનું એક સપનું મારૂં પણ હતું.
મારી સાથે ચાલતી એ પડછાયીમાં રહેલા પ્રેમને મળવાનું એક સપનું મારૂં પણ હતું,
જો ના આવે તો વિરામ પણ, આવી જાય તો નિશામાં નિંદર ના આવે એવું એક સપનું મારૂં પણ હતું.
રોજ એક સપનું મને સૂવડાવી જાય છે અને ચૂપચાપ સલામતીથી જગાડી પણ જાય છે,
એ સપનાંને સફળ બનાવાનું એક સપનું મારૂં પણ હતું.
જોયા છે ઘણા સપનાં મે જે પૂરાં નથી થયા એ સપનાંને પુરાં થયેલા જોવાનું એક નાનકડુ સપનું મારૂં પણ હતું,
દરિયા કિનારે બેસીને જોયેલી એ કાલ્પનીક છબીને સાચી કરવાનું એક સપનું મારૂ પણ હતું...
