એક સિક્કો કહે છે
એક સિક્કો કહે છે
હું તો એક સિક્કો,
ટંકશાળમાં થયો મારો જન્મ,
મારું કોઈ નિશ્ચિત સ્થાન નથી,
હું ક્યારેક અહી, તો ક્યારેક ત્યાં ફર્યા કરું છું,
ઘડીક ધનવાનની તિજોરીમાં જાઉં છું,
તો ક્યારેક ગરીબની ઝૂંપડીમાં જાઉં છું,
ક્યારેક ભિખારીના હાથના પાત્રમાં જાઉં છું,
તો ક્યારેક ભગવાનનાં ચરણોમાં જાઉં છું,
ધનવાનની તિજોરીમાં તો મને મૂંઝવણ થાય,
ગરીબના પેટનો ખાડો પૂરવામાં મને સંતોષ મળે,
પણ ઈશ્વરના ચરણોમાં જાઉં છું ત્યારે મારું જીવન ધન્ય થઈ જાય છે,
ધનવાન માટે તો મારું કોઈ મૂલ્ય નથી,
ગરીબ માટે છું હું મૂલ્યવાન,
ભિખારીના હાથમાં સિક્કો આવતા,
આપે લાખો દુઆ,
ત્યારે મારી જ દૃષ્ટિએ હું મૂલ્યવાન થઈ જાઉં છું,
પણ મારો એક ખરાબ સ્વભાવ હું અવાજ બહુ કરું છું,
મારું મૂલ્ય હું જાતે ઘટાડું છું,
ક્યારેક બાળકનાં હાથમાં આવી,
રમતનું સ્થાન પામી લઉં છું,
છાપ કાટ રમતા બાળકનો વિજય થતા,
એના ચહેરા પરના સ્મિતને જોઈને હું તો ધન્ય થઈ જાઉં છું,
બસ માનવીને મારે એક સંદેશ આપવો છે,
જીવન પણ આ સિક્કા જેવું ક્યારેક દુઃખ તો ક્યારેક સુખ,
ક્યારેક તડકો તો ક્યારેક છાયો,
સમય તો બદલાતો રહે છે,
હિંમત હાર્યા વગર સતત કાર્ય કરવું,
અને આયખા ને સફળ બનાવવું.