એક સગપણ એવું મળે
એક સગપણ એવું મળે
એક સગપણ એવું મળે,
જ્યાં હૈયું ખોલી શકાય,
એક સગપણ એવું મળે,
જે મનમાં હોય તે બોલી શકાય,
એક સગપણ એવું મળે,
જ્યાં વેદનાને વાચા આપી શકાય,
એક સગપણ એવું મળે,
જ્યાં આંખોથી વ્યથા વાંચી શકાય,
એક સગપણ એવું મળે,
જ્યાં કડવાશ પણ ગળપણ બની જાય,
એક સગપણ એવું મળે,
જ્યાં પોતીકું લાગે જે જન્મો જન્મથી જાણીતું લાગે,
એક સગપણ એવું મળે,
જ્યાં ઘાયલ મનનો પણ મલમ મળે,
એક સગપણ એવું મળે,
જ્યાં કોયડાઓનો ઉકેલ મળે,
એક સગપણ એવું મળે,
જેની હાજરીમાં પાનખર પણ ગુલઝાર લાગે,
એક સગપણ એવું મળે,
જ્યાં જીવનની સઘળી શાંતિ મળે,
એક સગપણ એવું મળે,
જ્યાં માનસિક થાક માટે વિસામો મળે,
એક સગપણ એવું મળે,
લાગે જાણે જિંદગીમાં ગળપણ ભળે,
એક સગપણ એવું મળે.
