એક પળ
એક પળ
એક પળ આવી જિંદગીમાં પરિવારમાં રહેવાની,
તો શા માટે જવું છે ઘરની બહાર સેહલવાની.
સિસકી રહી છે લાચારી અંદરોઅંદર આ માનવની,
આ મહામારીથી કેમ કરીને જાતને બચાવવાની.
સરેઆમ બજાર ભર્યું સંક્રમિત લોકોથી,
તો શા માટે બહાર ફરવા જવાનું જીદથી.
લોકડાઉનમાં વ્યકત ના થઈ શકી મધ્યમવર્ગની વેદના,
બાકી જરૂરત એમને પણ હતી પૂરી કરવાની સંવેદના.
ફરજ નિભાવી રહ્યાં છે સૌ પોતપોતાની,
આપણે પણ ઈચ્છા રોકીએ બહાર જવાની.
આવો ભેગા મળીને સૌ એક થઈ લડીએ આ વિષાણુથી,
આ મહામારીને ખતમ કરીએ જડમૂળથી.
