Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

વર્ષા પ્રજાપતિ

Tragedy

5.0  

વર્ષા પ્રજાપતિ

Tragedy

એક નવી જિંદગી

એક નવી જિંદગી

1 min
420

ઈંટ સિમેન્ટના મકાનને ઘર બનાવે એ જિંદગી,

આ જ ઘરની દીવાલો વચ્ચે મૂંઝાય એ જિંદગી.

જન્મ આપ્યા બાદ એનો પુનર્જન્મ થાય,

સંબંધો સાચવવામાં હોમાય એક જિંદગી.

ક્યાંક કોઈકના આંસુનું કારણ બને ત્યારે,

પશ્ચાતાપની આગમાં ભીતર સળગે એ જિંદગી.

હરિશ્ચંદ્રને પણ ભરબજારે વેચાવું પડે,

કર્મફળના સહારે જ જીવાય એ જિંદગી.

જેસલ તો એક લૂંટારો હતો તેમ છતાંય,

સદગુરૂની સમીપ સોડ તાણે એ જિંદગી.

મારું મારું કરવામાં વેડફી નાખી એને,

છતાં કોઈ ના આવે સાથે એનું નામ જિંદગી.

પારણાથી કબર સુધીની આ યાત્રા છે મિત્રો,

મૃત્યુ બાદ પણ શરૂ થાય એક નવી જિંદગી.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy