STORYMIRROR

Hiral Pathak Mehta

Tragedy

3  

Hiral Pathak Mehta

Tragedy

એક નાનકડી પરી

એક નાનકડી પરી

1 min
242

એક નાનકડી પરી,

ચહેરો માસૂમ ને,

અણસમજુ ઘણી,

ભૂલ એની એટલી કે,

દુનિયાથી અજાણ,


વિશ્વાસ ને સંબંધથી પરે,

આજુબાજુમાં જ હેવાનિયત ને,

એની ના એને જાણ,

એક નાનકડી પરી....


કાકા ને મામાથી સંબોધતી જાય...

એને હરેક પુરુષમાં સન્માન જ દેખાય,

એક ચોકલેટ ની ઘેલછા,

શું એક માસૂમ ને ના થાય ?

શું ગુનો હતો એનો ?


નાનકડી ચોકલેટમાં જીવ ગુમાવશે ?

નહોતી જાણ એ માસૂમ ચહેરા ને...

કે સુંદર હાસ્ય એને ચીસ પડાવશે ?


ચાલી ગઈ એ એક વિશ્વાસે,

આજે એક ચોકલેટ મને કાકા ખવડાવશે....

નરાધમ હતો ને એ શિકાર હતી....

એક માસૂમ પર એને દયા સરખી ય નહોતી ?


હવસ સંતોષવા આવું પણ કરે ?

માસૂમથી એની જિંદગી જીવવાનો હક છીનવે ?

એની પાંચ મિનિટની ભૂખનો શું કોઈ માસૂમ ખોરાક બને ?

કેવા કાયદા ઘડાયા છે ખબર નહીં

આવા નરાધમો માટે ત્વરિત ફાંસીની કેમ સજા નહીં ?

એક નાનકડી પરી....

ને એની કહાની આમ જ પૂરી ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy