એક લીલીછમ ભૂલ
એક લીલીછમ ભૂલ
એક લીલીછમ ભૂલ મેં કરી
એટલે કે
ભર ચોમાસે
કેકટસ લઈ આવ્યો
એ
રોપ પર
આરોપ છે કે
એ
પાનખરમાં
પણ
લીલપ ધારણ કરે છે
અને
એણે વિસારી દીધું છે કે
એ
રણની વનસ્પતિ છે..
થોડું પાણી તેને પૂરતું છે
એ આરોપ
સાબિત થયેલ છે
એની સજા
એ
સુગંધ વિનાનાં ફૂલ
દ્વારા ભોગવે છે...
અને
હું જોયા કરું છું
લુચ્ચાઈથી...
