STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

4  

'Sagar' Ramolia

Comedy

એક કવિની લગ્ન વિષયક જાહેરાત

એક કવિની લગ્ન વિષયક જાહેરાત

1 min
515

હોય તૂટેલ તાર, જોઈએ ન એ,

જો મગજ હોય ચાર, જોઈએ ન એ,


એમની બકબકે મળી રે’ કલ્પના,

શાંત છે જે અપાર, જોઈએ ન એ,


શોધતા થાય પગ ભલેને થાંભલા,

આવતી હો’ ધરાર, જોઈએ ન એ,


કલ્પનામાં રહી ભૂલે સંસારને,

હોય સાહિત્યકાર, જોઈએ ન એ,


સૂકલકડી શરીર છે ‘સાગર’તણું,

તોયે ઝીલે ન ભાર, જોઈએ ન એ.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy