STORYMIRROR

Bhavna Bhatt

Drama

5.0  

Bhavna Bhatt

Drama

એ સ્પર્શ

એ સ્પર્શ

1 min
217


એ પ્રથમ સ્પર્શ માનાં હાથનો,

હજુ તાજો છે સ્પર્શ એ યાદનો. 


ભીતર ઉદ્દભવતુ સ્પંદન વ્હાલનું,

હજુ તાજું સ્મૃતિમાં બંધન યાદનું.


નજરથી અમીરસ પીવડાવ્યો તો,

કર્યું તું કપાળમાં કાજળ રક્ષાનું.


ભાવનાઓથી ભીંજવે એ પાલવ,

શોધું એ મીઠી છાંયાનો પાલવ.


એ મોહક આંખનું અંજન,

હજુ તાજું સ્મૃતિમાં છે.


Rate this content
Log in