એ સંભારણા
એ સંભારણા


એ ભીનાં ભીનાં સંભારણા યાદ કરી રહ્યાં સૌ,
બદલાયું વાતાવરણ નહીં તો સાથ બની રહેતા સૌ.
ઉજવણીની ખુશ્બુ આવીને યાદ અપાવી ગઈ,
ફૂલ ખીલ્યાં હતાં એ દિવસે એ યાદ અપાવી ગઈ.
સફરમાં હતાં સૌ રચનાકારો હરિફાઈથી.
દોડતાં હરણફાળ સૌનાં સહકારથી.
ઊભાં છે રસ્તાઓ એ સંભારણાની યાદોમાં,
થંભી ગયા છે ચરણ એ સંભારણાની યાદોમાં.
ભાવના મહીં પાંગરી રહ્યા એ યાદોનાં વેલ,
ભીંજવતા અવતરણ એ મીઠી યાદોનાં વેલ...