Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ravat Rajeshkumar

Drama

3  

ravat Rajeshkumar

Drama

એ મુલાકાત

એ મુલાકાત

1 min
148


વાદળનું વરસવું ને,

વીજ કરે ચમકાર રે,

સખીઓ સંગ જોતા અમે તો,

વાટલડી મારા શ્યામની,

આજ રે થશે કેમ રે મુલાકાત,


ગડગડ ગાજતા મે તણાં ને,

વરસે આજ મુશળધાર મેહુલો,

છે એ મુલાકાત પ્રિતમ સમી,

કહું મેહુલા તને રોકાઈ જા,

આજ મારી પહેલી છે મુલાકાત,


આજ નહિ તો કાલ નહિ,

પિયું જાશે રિસઈ મારા,

પીડા પહોંચશે એમને મારા વિના,

પંડ પંડ હું જ છું એમને કાજ,

મારા તો મોઘા મુલા છે આજ,


વન કેરી વાટડી ને વીજ ચમકારે,

કેમ રે જાશું અમે સાજન સથવારે,

રાખના અધૂરી તું મુલાકાત,

અવરોધ ના બન પાપ તને થશે,

ઓ મેહુલા હવે સાંભળ વાત મારી,


ગગન ગાજે અંધારી આલમમાં,

બીહામણાં લાગે કેડી તમારી,

આજ પ્રિતમની છે મુલાકાત,

બની ના જાય એ મુલાકાત મારી,

સંગ સંગ કોલ દીધા જીવાના,

અધૂરા ઓરતાં રહી ના જાય,

વિનવું તને નમું તને આજ,

મારગ મેલ મારો, છે મારી મુલાકાત,


સખી સાહેલડી ડરથી ધ્રૂજે,

નહિ આવું તમ સંગાથ,

ભીંજાવા દે મને સાજન સથવાર,

એ જ મારી હશે મુલાકાત,

એ જ મારી હશે મુલાકાત.


Rate this content
Log in

Similar gujarati poem from Drama