Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

એ અવિસ્મરણીય ક્ષણો બની ગઈ

એ અવિસ્મરણીય ક્ષણો બની ગઈ

1 min
236


દિલે દસ્તક આપી તેણે,

મોસમ મહેકી ગઈ,


હૈયે તારી યાદોની વર્ષા થતાં,

આંખ મારી છલકાઈ ગઈ,


તારા જ વિચારોમાં રાત મારી ખર્ચાઈ ગઈ,

પળ બે પળમાં જાણે જિંદગી જીવાઈ ગઈ !


મળી તારી પ્રીતને જિંદગી બદલાઈ ગઈ !

હરખના આંસુડે મારી આંખો છલકાઈ ગઈ,


તારા તરફની ફરિયાદ બધી આંસુ બની વહી ગઈ,

તારી આંખોમાં મારા પ્રત્યેની ચાહત જોઈ,

મારી આંખો મલકી ગઈ,


વિરાન જેવું મારું જીવન, તું મહેકતા બાગમાં પલટાવી ગઈ,

તારી એક એક યાદની વાતો હૈયામાં સચવાઈ ગઈ,


આ વાતો વાતોમાં, તારા પ્રત્યેનાં પ્રેમની વાતો,

હૈયાથી ઉલેચાઈ ગઈ,


મળ્યો તારો અદ્ભૂત પ્રેમ એવો કે,

એ જીવનની અવિસ્મરણીય ક્ષણો બની ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy