STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

દર્દ

દર્દ

1 min
390

આપણે ભાષાના માણસ ગણિત ફાવતું નથી,

અક્ષરથી અક્ષરને લડાવ્યા વગર ચાલતું નથી,


સંબંધોના સરવાળા બાદબાકી ને સમીકરણો,

લાગણીઓમાં ખોટા પડે ને પછી જામતું નથી,


આ નફો-ખોટ, ગુણાકાર, ભાગાકાર અને શેષ,

દાવા-દલીલો છેલ્લે નિષ્કર્ષમાં કૈ આવતું નથી,


વાંક શું ગણવા ? કોના ગણવા ? કેટલાં ગણવા ?

છોડી બધીય ચર્ચા વાત હવે કોઈ ચાવતું નથી,


મૂક્યું બધુ એરણેને વધ્યું એ લટકાવ્યું તોરણે,

ટીપાય દર્દ પણ ઉંહકારો ઝીલ એ લાવતું નથી.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Tragedy