દિવાળી
દિવાળી
શુભ લખું, કે લાભ લખું
કે લખું, હો મંગલ કલ્યાણ
નવા વર્ષના શુભાષિશ,
સહુનું, હો મંગલ કલ્યાણ
પળમાં વિત્યું વરસ લખું
કે, વરસ જેવી રાત લખું ?
શુભ સંદેશો લાવી દિવાળી,
સહુનું, હો મંગલ કલ્યાણ
તમસ્ ભરેલા સ્મરણો લખું
કે, પ્રકાશની નાની યાદ લખું ?
ગઈ ગુજરીને જાવ ભૂલી,
સહુનું, હો મંગલ કલ્યાણ
આભે વહાવ્યું જળ લખું
કે, આંખોનો વરસાદ લખું ?
નવા દિવસને નવી ઝાકળ
સહુનું, હો મંગલ કલ્યાણ.
ઉધાર લખું કે જમા લખું
કે, ઈશ્વરને આભાર લખું ?
સહુને મારા સાલમુબારક
સહુનું, હો મંગલ કલ્યાણ.
