Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Drama Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance Tragedy

દિલની તડપ

દિલની તડપ

1 min
184


જ્યારે યાદ આવે છે તારી

નયનોથી અશ્રુ વહાવું છું,

તારા વિરહની અગ્નિમાં હું,

હર પળ દિલથી તડપું છું,


ન રહે દૂર તું હવે મારાથી,

ઓ મારા વ્હાલા પ્રિયતમ,

એકલા નથી રહેવાતુંં મુજથી,

તારા વિના ઓ મારા વાલમ,


આવી જા મારી પાસે તું,

તારા પ્રેમની હું તરસી છું,

તારા વિરહની અગ્નિમાં હું,

હર પળ દિલથી તડપું છું,


દિલ મારૂં ધડકી રહ્યું છે,

રાત દિન તારા પ્રેમમાં,

વિશ્વાસ કરી લે તું મુજ પર,

ઝાંખીને જો મારા દિલમાં,


ન સતાવીશ હવે તું મુજને,

તારા મિલન માટે તલસુ છું,

તારા વિરહની અગ્નિમાં હું,

હર પળ દિલથી તડપું છું,


વાટ જોઈ રહી છું હું તારી,

આવીને દિલમાં વસાવી જા,

મિલન મધુર બનાવીને મારા,

મુખ પર સ્મિત રેલાવી જા,


તારી સૂરત જોવા માટે હું,

તારા આગમનને ઈચ્છું છું,

તારા વિરહની અગ્નિમાં હું,

હર પળ દિલથી તડપું છું,


Rate this content
Log in

Similar gujarati poem from Drama