Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Tragedy Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Tragedy Thriller

મારૂં કોઈ રહ્યું નથી

મારૂં કોઈ રહ્યું નથી

1 min
4


લુંટાવી ચૂક્યો છું ધન મહેફિલોમાં,

ખૂબ જ નાચ્યો છું મારી મસ્તીથી,

આજ મારો સમય બદલાતો જોઈને, 

મને હવે કોઈ પણ બોલાવતું નથી,


તરબતર કર્યા છે સૌને મારા પ્રેમમાં,

સાથ નિભાવ્યો હતો મારા હૃદયથી,

આજ મારી હાલત કફોડી જોઈને,

મારી સામે જોવા કોઈ આવતું નથી,


ડૂબી રહ્યો છું ગમગીનીના ઊંડાણમાં,

બહાર મુજને કોઈ પણ કાઢતું નથી,

શતરંજની ચાલમાં મુજને ફસાવીને,

બહાર કાઢવા કોઈ પણ તૈયાર નથી, 


મારા જ ઘરની આ ચાર દીવાલોમાં

પસાર કરી રહ્યો છું મારી જિંદગી, 

લાખો કરોડોની આ વસ્તીમાં "મુરલી", 

આજે મારૂં પોતાનું કોઈ રહ્યું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy