Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

જનમો જનમનો સાથ

જનમો જનમનો સાથ

1 min
12


ન શોધીશ તું મુજને મારા વાલમ,

હુંં તારાથી જરા પણ દૂર નથી,

ન ભટક નગરની ગલીઓમાં વાલમ,

તને મારી ઉપર વિશ્વાસ નથી,


હું તો તારા હૃદયમાં છું મારા વાલમ,

ઝાંખીને હૃદયમાં તું જોતો નથી,

મારા નયનોમાં તારી છબી છે વાલમ,

હું તુજને કદી પણ ભૂલી નથી,


આવી રહી છું તારી પાસે મારા વાલમ,

વાટલડી મારી કેમ તું જોતો નથી,

હૃદયમાં ધરપત રાખજે મારા વાલમ,

હું તુજથી કદી દૂર રહેવાની નથી,


દર્દભર્યો પોકાર કરૂં છું મારા વાલમ,

પીયુ પીયુ સાદ તું સાંભળતો નથી,

"મુરલી" તારી ચુંદડી ઓઢી છે વાલમ,

જનમો જનમ સાથ છોડવાની નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance