શોખ મારો બની ગયો
શોખ મારો બની ગયો
તારાઓ સંગે મહેફિલ યોજવાનો,
શોખ મારો બની ગયો,
ચંદ્રમાં તારો ચહેરો જોવાનો,
શોખ મારો બની ગયો,
તને જીવનમાં મેળવવાનો,
મુકામ મળી ગયો,
સપનામાં તને રોજ મળવાનો,
શોખ મારો બની ગયો,
મહેફિલમાં ઝૂમીને નાચવાનો,
મિજાજ બની ગયો,
તારો પ્રેમનો તરાનો ગાવાનો,
શોખ મારો બની ગયો,
તને હૃદયમાં વસાવવાનો,
ઈરાદો બની ગયો,
તુજને આલિંગન દેવાનો "મુરલી"
શોખ મારો બની ગયો.

