દૂર રહે કે પાસ
દૂર રહે કે પાસ
જ્યાં સુધી તું મારી સાથે છે,
હું અન્ય ખુશીઓ કદી માંગવાની નથી,
જ્યાં સુધી તારા પ્રેમની છાંયા છે,
હું તારા પ્રેમની છાંયા છોડવાની નથી,
જ્યાં સુધી તું મારા દિલમાં છે,
હું ધડકનનો તાલ બેતાલો કરવાની નથી,
જ્યાં સુધી તું મારા નયનોમાં છે,
હું તારાથી કદી દૂર રહેવાની નથી,
જ્યાં સુધી સૂરીલો તારો પ્રેમ છે,
હું વિરહના સૂરનો ડર રાખવાની નથી,
જ્યાં સુધી તારો મુજને સાથ છે,
હું કદી પણ દુઃખથી મૂંઝાવાની નથી,
જ્યાં સુધી મારા તનમાં પ્રાણ છે,
હું તારા નામનું રટણ ભૂલવાની નથી,
ભલે તું દૂર રહે કે પાસે રહે "મુરલી",
હું જનમોજનમની પ્રીત તોડવાની નથી.