Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

પ્રિયતમાની અડગતા

પ્રિયતમાની અડગતા

1 min
8


મને તારા પ્રેમે ગજબની રોશની આપી છે,

આ દુનિયાના અંધકારથી હું ડરવાની નથી,

ધડકનનો તાલ તારી સાથે મેળવીશ હું,

આ દુનિયા તેને બેતાલો કરી શકવાની નથી,


તારા પ્રેમે મને ખૂબ દિવાની બનાવી છે,

હવે હું તારાથી દૂર રહી શકવાની નથી,

જિંદગીભર તારો સાથ નિભાવીશ હું,

આ દુનિયા વિચલિત કરી શકવાની નથી,


તારા પ્રેમ રાગનો સૂર મારી સાથે મળ્યો છે,

તેને કદી પણ હું બેસૂરો થવા દેવાની નથી,

પ્રેમ રાગનો આલાપ તારી સાથે કરીશ હું, 

આ દુનિયા તેને કદી રોકી શકવાની નથી,


તારો પ્રેમ મારા રોમરોમમાં લહેરાય છે,

તેની ઈર્ષા પણ ખૂદા કરી શકવાના નથી,

દિન રાત તારૂં જ રટણ હું કરૂં છુઃ" મુરલી",

આ દુનિયાની મને નફરતની બીક નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama