દર્દ દિવાની બનાવી ગયો
દર્દ દિવાની બનાવી ગયો
1 min
11
હસવુંં હતું એક ક્ષણ મારે,
તું વિરહની પીડા આપી ગયો,
પ્રેમની મહેફિલ સજાવી હતી મે, તું મુજથી દૂર ચાલ્યો ગયો,
તારા પ્રેમના સાગરમાં મારે,
સરિતા બનીને મળવું હતું,
મિલન મારૂં અધૂરૂ છોડીને, તું શીદને મુજથી રિસાઈ ગયો ?
દિલમાં તસ્વીર વસાવવી હતી મારે,
તું પ્રેમની જ્યોત ન પ્રગટાવી શક્યો,
પ્રેમની આરાધના કરી હતી મે, તું સપનાનો મહેલ તોડી ગયો,
પ્રેમથી તુજને સમજાવવો હતો મારે,
તું વાત મારી સમજી ન શક્યો,
રાઈનો પર્વત બનાવીને "મુરલી", દર્દદિવાની બનાવી ગયો.