STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

3  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

ડર નથી હોતો

ડર નથી હોતો

1 min
3

મનનું ઝરણું શુદ્ધ હોય તો,

કિચડનો ડર કદી નથી હોતો,

સત્ય બોલવાની આદત હોય તો,

જુઠ્ઠું સહેવાનો ડર નથી હોતો,


સ્નેહની ધારા વહેતી હોય તો,

દુશ્મનનો ડર કદી નથી હોતો,

જીવન હંમેશા પ્રમાણિક હોય તો,

દગાબાજીનો ડર નથી હોતો,


લાગણીનો દરિયો ઉછળતો હોય તો,

નફરતનો ડર કદી નથી હોતો,

હૃદયનો પ્રેમ સાચો હોય તો,

બેવફાઈનો ડર નથી હોતો,


જીવનમાં હંમેશા આનંદ હોય તો,

શોકનો ડર કદી નથી હોતો,

શ્રી કૃષ્ણનું આશ્રય હોય તો "મુરલી",

મઝધારે ડૂબવાનો ડર નથી હોતો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational