STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

તારો ચહેરો

તારો ચહેરો

1 min
8

તારો મધુર અવાજ સાંભળીને હું,

મનનો મયૂર નાચંતો અનુભવુ છું,

તારો ચહેરો નિરખવાં રાત દિન હું,

દિલથી ખૂબ અધીરો બન્યો છું,


તારા ચહેરાની કલ્પના કરીને હું,

સિતારાઓની મહેફીલ યોજુ છું,

પૂનમના ખીલેલા ચંદ્રમાં પણ હું,

તારો કાલ્પનિક ચહેરો શોધું છું,


રોજ રાત્રે સપનામાં તુજને હું,

મધુર સ્મિત ફરકાવતી નિરખું છું,

તું મુજને ક્યારે મળીશ તેના હું,

વિચારોમાં ખૂબજ મગ્ન બન્યો છું,


તારા મિલન માટે દીવાનો બની હું,

ગ્રીષ્મની ગરમીમાં ઘાયલ થયો છું,

તું જ છો મારી મલ્લિકા "મુરલી",

તારામાં ખોવાઈ જવા ઈચ્છું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama