STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

જરા સ્મિત ફરકાવો

જરા સ્મિત ફરકાવો

1 min
8

સુંદર ચહેરા ઉપરથી ઘૂંઘટને ઊઠાવો,

પ્રેમથી તમે નજરથી નજરને મેળવો,

નયનોમાંથી નજરના જામ છલકાવો,

ગુસ્સો ભૂલીને, જરા સ્મિત ફરકાવો,


દિન રાત મુજને સપનામાં ન સતાવો,

ચાંદની ખીલી છે, મુજને મળવા આવો,

ચહેરા ઉપરથી તમે નારાજગી હટાવો,

ગુસ્સો ભૂલીને, જરા સ્મિત ફરકાવો,


સાવનની ઘટાને લતા-પતાથી સજાવો,

તમારા અધરોથી મધુર શબ્દો સરકાવો,

મધુર શબ્દોથી મુજને દિવાનો બનાવો,

ગુસ્સો ભૂલીને, જરા સ્મિત ફરકાવો,


રૂમઝૂમ પાયલ નાદ આવીને સંભળાવો, 

મારા દિલમાં પ્રેમની જ્યોતને પ્રગટાવો,

હું તો તમારો છું, તમારો રહીશ "મુરલી",

ગુસ્સો ભૂલીને, જરા સ્મિત ફરકાવો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama