Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Others

4  

Dhanjibhai gadhiya "murali"

Others

ગરવી ગુજરાત

ગરવી ગુજરાત

1 min
4


ધન્ય મારી ગરવી ગુજરાત,

વંદન કરૂં હું ગરવી ગુજરાત.


ધર્મ અને સંસ્કૃતિથી વરેલી,

તીર્થધામોની મહિમા અનેરી,

સુંદર શોભા છે અપાર,

વંદન કરૂં હું ગરવી ગુજરાત.


પવિત્ર જળનો પ્રવાહ વહાવતી,

પર્વતો અને વનરાઈથી શોભતી,

પક્ષીઓ કરે છે ટહૂંકાર,

વંદન કરૂં હું ગરવી ગુજરાત.


નવલા નર અને નાર છે નવેલી,

મધુર મીઠી બોલી સોને મોહેલી,

વહાવે છે પ્રેમની ધાર,

વંદન કરૂં છું ગરવી ગુજરાત.


કવિ અને કલાકારોની છે ભૂમી,

સાધુ અને સંતોની કૃપાથી ભરેલી,

ઈતિહાસ છે અપરંપાર,

વંદન કરૂં હું ગરવી ગુજરાત.


ડગલે પગલે વિકાસથી ધમધમતી,

વિશ્ચમાં ગૌરવનું સ્થાન ધરાવતી,

"મુરલી" કરે છે જય જયકાર,

વંદન કરૂં હું ગરવી ગુજરાત.


Rate this content
Log in