Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Inspirational

3  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

ચૈત્રી નવરાત્રી

ચૈત્રી નવરાત્રી

1 min
4


ચૈત્રી નવરાત્રી આવી, મનમાં ખૂબ ઉમંગ લાવી,

માઁ સાથે રમીશ હું રંગતાળી,


રૂમઝૂમ કરતી માઁ આવી, હૃદયમાં ભક્તિ ભાવ લાવી,

માઁ સાથે રમીશ હું રંગતાળી,


સોળે શણગાર સજી, ઝન ઝનનન ઝાંઝર વાગી,

વાઘ ઉપર સવારી લઈને માઁ આવી.

તાળીયાઓના નાદથી, નૃત્ય અને તાલથી,

માઁ સાથે રમીશ હું રંગતાળી,


ધરતી રહી ગાજી, ઢોલ નોબત વાગી,

શરણાઈના સૂર કરે મનને રાજી,

વાટ જોતી હતી હું, તારા આગમનની,

માઁ સાથે રમીશ હું રંગતાળી,


" મુરલી" હું દાસી તારી, આરતી કરીશ હું તારી,

આરાધના કરીશ હું રાત સારી,

સ્તુતિ હું કરીશ તારી, સાંભળજે અરજ મારી,

માઁ સાથે રમીશ હું રંગતાળી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational