STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

જિંદગી મારી

જિંદગી મારી

1 min
405

યાદો તમારી તાજી થઈ,

બાગમાં વનરાજી થઈ,


દિલ કોઈને આપી ગયા 

ત્યાં દિલોની હરાજી થઈ,


ગમ્યું ના છતાં માનવા ગયા 

તેમના માટે નારાજી થઈ,


માતાના મઢ મળવા ગઈ

આબુથી અંબાજી ગઈ,


સમય મળ્યે રમવા બેઠો

ત્યારે આખી મારે બાજી થઈ,


તે મને હસવા કહ્યું

મારી આંખ રાતી થઈ,


જીવન મારું મનમાં મલક્યું 

જિંદગી મારી રાજી થઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama