STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational Others

3  

Kaushik Dave

Drama Inspirational Others

વન્યજીવ અને માનવ

વન્યજીવ અને માનવ

1 min
322

રમતા ગમતા એ જીવો કુદરત નિશ્રામાં જીવ્યા કરે,

વન્યજીવોના રક્ષણ કાજે અભ્યારણો બન્યા કરે,


રે..માનવ તું લાલચુ થઈને એની હત્યા કરે છે,

પછી વન્યજીવોના આક્રોશનું પરિણામ બન્યા કરે,


કોઈ કહે ખૂંખાર વન્યજીવો માનવનું ભક્ષણ કરે છે,

પણ વન્યજીવ કરતા વધુ ઘાતકી માનવ બન્યા કરે,


પહેલાંના સમયમાં ઋષિ મુનિઓ, જંગલમાં રહ્યા હતા,

વન્યજીવન સાથે પોતાનું જીવન સમર્પિત કરતા હતા,


આજના માનવો માનવી બનવા પ્રયત્નો કરે છે,

પણ સ્વાર્થ ખાતર હિંસા કરીને શેતાન બન્યા કરે છે,


કોણ સમજાવે હવે માનવને, માનવ બને તો સારું !

આ વન્યજીવો પણ પ્રભુના વાહનો બન્યા કરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama