સૂરત તારી દેખાડી જા
સૂરત તારી દેખાડી જા
હું છું તારો પ્રેમ દિવાનો, રાધા રાણી તું આવી જા,
તારી મારી પ્રીત છે જુની, સૂરત તારી દેખીડી જા.
તું ન હોય તો વૃજ મુજને, પાનખર જેવું લાગે,
તુ જો વૃજમાં આવે તો આ, વસંત ખીલેલી લાગે.
વાટ જોઉં છું યમુના તટ પર, પાયલ તું સંભળાવી જા,
તારી મારી પ્રીત છે જુની, સૂરત તારી દેખાડી જા.
તું જો યમુના તટ પર આવે તો, શરદની રાત રચાવું,
તારી સાથે રાસ રમીને, ધરતી અને અંબર ગજાવું.
"મુરલી"માં છેડું તાન મધુરી, પ્રેમની ધૂન સાંભળી જા,
તારી મારી પ્રીત છે જુની, સૂરત તારી દેખાડી જા.