STORYMIRROR

kusum kundaria

Children Classics Inspirational

3  

kusum kundaria

Children Classics Inspirational

દીકરી

દીકરી

1 min
545



દીકરી તો આ સમાજ કેરું હીર છે.

સ્નેહરૂપી સરિતાનું એ મીઠું નીર છે!


ઉછળતી-કૂદતી ચંચળ હરણી શી ને,

જવાબદારી નિભાવવામાં એ ધીર છે!


લડતા શીખવો એને ખુદની રક્ષા કાજ,

શત્રુની સામે લક્ષ્મીબાઈ સમી વીર છે!


ટમટમતાં તારલાં જેવું સદા હાસ્ય વેરતી,

દિલને સ્પર્શતું એનું નિર્મળ ઝમીર છે!


વિરાંગના થઈને લડશે, દુશ્મનોની સામે તો,

કમાનમાંથી જાણે છૂટેલું એ તીર છે!


Rate this content
Log in

Similar gujarati poem from Children