દીકરી ના કરજો
દીકરી ના કરજો
દીકરી ના કરજો ઠાકોરજી મને દીકરી ના કરજો,
આવતાં તે ભવે ઠાકોરજી મને તમે દીકરી ના કરજો...
પિયરિયું ને સાસરિયું મારું, પણ ક્યાંયે ઘર ના બન્યું મારું,
દીકરી ના કરજો, ઠાકોરજી મને દીકરી ના કરજો...
પિતાના ઘરે હું પારકી તે થાપણ, પતિને ત્યાંય પારકી,
ક્યાંયે મારું આખું આયખું ના લખાયું,
દીકરી ના કરજો. ઠાકોરજી મને દીકરી ના કરજો...
જીવની જેમ જતને કરી ઉછેર્યું, તો યે સંતાન પણ
એનાં પિતાનું જ કહેવાયું,
દીકરી ના કરજો, ઠાકોરજી મને દીકરી ના કરજો.
