STORYMIRROR

R Oza Mahechcha

Inspirational

3  

R Oza Mahechcha

Inspirational

જીવનપ્રવાહ

જીવનપ્રવાહ

1 min
264

હું એક નદી છું,

જન્મથી જ વહી છું,


કદીક કિનારાઓ બાંધે મને,

કદીક કિનારાઓને બાંધીને વધી છું,


અનેક જીવન પલ્લવિત કરનાર હું,

જીવમાત્રની માતા સ્વરૂપે રહી છું,


પર્વત છે મારો તાત,

વહાવી મુજને આખરે પિયુ સમુદ્રને મળી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational