મનુષ્યની વણઝાર
મનુષ્યની વણઝાર
મનુષ્યની વણઝારમાં દોડે રાખું છું,
આ ટોળામાં મને મારી જાત તો દેખાડ જિંદગી.
બીજાઓને કાજે દોડી-દોડીને હાંફું છું,
આ સફરમાં મને મારા થોડા કદમ તો બતાવ જિંદગી.
અફાટ સમુદ્ર છે ને હું હલેસાઓ મારે રાખું છું,
ક્યાંક દૂર પણ મને કિનારો તો કળાવ જિંદગી.
ચાર ચોરાહો છે ને હું મુંજાયે રાખું છું,
એમાં મને મારી કેડી તો સુઝાડ જિંદગી.
અનેક ધર્મગ્રથોમાં ને મહાન મનુષ્યોના જીવનમાં,
ઈશ્વરની સત્યતાને વાંચી છે.
મને સત્ય એ ઈશ્વર છે કે ઈશ્વર એ સત્ય છે,
એ તો સમજાવ જિંદગી.
બહું બોલે રાખ્યું છે આજ સુધી, છતાંયે લાગે છે મારાં અંતર કાંઈક કહેવું છે આજ,
મારાં આ હૃદયમાં વાણી તો પ્રગટાવ જિંદગી.
