STORYMIRROR

R Oza Mahechcha

Romance

5.0  

R Oza Mahechcha

Romance

પ્રેમ ઝરણ !!

પ્રેમ ઝરણ !!

1 min
458


શું છે પ્રેમ, કેવો છે પ્રેમ, ક્યાં છે પ્રેમ,

શબ્દોની પકડમાં ક્યાં આવ્યો છે પ્રેમ !!


રાધાએ કાનાને કર્યો એ પ્રેમ, 

મીરાંએ કૃષ્ણને ભજ્યો એ પ્રેમ !!


હીરએ રાંઝાને ચાહ્યો એ પ્રેમ,

શાહજહાંએ તાજમહેલમાં ટાંક્યો એ પ્રેમ !!


આંખોથી આંખોમાં રોપ્યો છે પ્રેમ, 

મૌનથી ય અર્થ પામ્યો છે પ્રેમ !!


કાંઈક પ્રેમીઓએ ના મળીને ય નિભાવ્યો છે પ્રેમ,

આજના ફેસબુકિયા લોકો એ ક્યાં જાણ્યો છે પ્રેમ !!


Rate this content
Log in

Similar gujarati poem from Romance