જીવન એક પરીક્ષા
જીવન એક પરીક્ષા
1 min
241
જિંદગી તું લે છે પરીક્ષા ને સવાલો ય અધ્યાર રાખે છે,
આપું જવાબ ત્યાં સવાલ ય નવો ફરી એકવાર રાખે છે,
મને પસંદગી મળે એવું તું ક્યાં કદી ધ્યાન રાખે છે,
હારું તો દયાનું તું ક્યાં કોઈ માફીદાન રાખે છે,
પરીક્ષામાં જીત હોય તો ય ક્યાં તું ઇનામ રાખે છે,
લડું કેટલું અને કોનાથી તું દુશ્મનો ય બેહિસાબ રાખે છે,
ક્યારે થશે પુરી પરીક્ષા, તું ક્યાં કોઈ સમયપત્રક રાખે છે,
લડે રાખીશ ભલે તું મારા ઘાવો માટે,
ટીકાઓનું નમક તૈયાર રાખે છે.
