STORYMIRROR

R Oza Mahechcha

Drama Fantasy

4  

R Oza Mahechcha

Drama Fantasy

લાગણીનાં પુષ્પો

લાગણીનાં પુષ્પો

1 min
467

સંબધોનાં છોડ પર આવશે લાગણીનાં પુષ્પો,

તું જીવનરસથી એને સીંચી તો જો...


સંબધોનું પ્રભાત ખીલશે કેસરીયું,

તું રાતોમાં એની પ્રેમદીપક જલાવી તો જો..


સંબધો બધાં ય ચમકશે હીરો બની,

તું એને શ્રદ્ધાની એરણ પર ચમકાવી તો જો...


તારી પાછળ ચાલશે વિશ્વ આખું,

તું ગાંધી સમ સત્યનાં પથ ચાલી તો જો...


તને ઈશ્વર ય સાથ આપશે મહેચ્છા,

તું પૂરા દિલથી જગતપિતા પાસે માંગી તો જો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama