STORYMIRROR

R Oza Mahechcha

Inspirational Others

3  

R Oza Mahechcha

Inspirational Others

લગ્નની પોકળતાં

લગ્નની પોકળતાં

1 min
245

મારા જ લગ્નમાં હું,

મહેમાન હોવું એમ લાગે છે,

જયારે બધા મારા,

મૌનમાં જ મારી હા વાંચે છે,


કરિયાવર કેટલો આપ્યો લગ્નમાં,

એ સવાલ વાગે છે,

કન્યા નસીબદાર છે આવો વર પામી,

એવું મિથ્યા ભાષે છે,


વિદાય વખતે રડતી માને કહેતા,

કે દીકરી કરી સાચવશું,

અને પછી મુજને મળતાં,

દુર્વ્યહવારથી દિલમાં ખુંચે છે,


એવું લાગે કે લગ્નનો મહેલ તૂટીને,

લાલચનો ભંગાર લાગે છે,

મારા જ લગ્નમાં હું,

મહેમાન હોવું એમ લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational