ધ્રુવ પ્રદેશ
ધ્રુવ પ્રદેશ
ધરા ધ્રુવે ધરી ધરી ગોળ ઘૂમે
ઝાંઝર પહેરી ત્રાંસી નમી ઝૂમે,
નારંગી સમ ધ્રુવે ભૂમિ ચપટી
વળી અમ ઉદર ચુંબકે લપટી,
ઉત્તરે શીતલ સપાટ આર્કટિક
હિમ પહાડી દક્ષિણે એન્ટાર્ટિક,
નથી સમયનું અમોને બંધન
બરફીલો સમંદર અમારું ધન,
રેખાંશની નહીં ધ્રુવે નાત જાત
બારે માસ સહવો છે હિમ પાત,
ઝંઝટ નહીં કેલેન્ડરની અમારે
બદલે છ માસે દિવસ બેશુમારે,
સમસ્યા ગીર્દી તણી દેખી નથી
રહેવા મર્યો મનખો મથી મથી,
ધરા ધ્રુવે ધરી, ધરી ગોળ ઘૂમે
તૃણ ભૃણ સહુ વગર નમ્યે ચૂમે.