STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Action Inspirational Others

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Action Inspirational Others

દેશભક્તિ

દેશભક્તિ

1 min
256

વતન વતન સદા હસતું રહે

માં ભારતી તારા ચહેરાનું તેજ સદા સલામત રહે 

આ જાન રહે ન રહે માં

ભારતી તારા પર ઊની આંચ નહીં આવે..જેમનું

જીવન તારા ચરણોમાં સમર્પિત છે માવડી એના ધબકાર સલામત રાખજે માવડી...


જે કેસરિયો રંગ સજાવી 

દેશભક્તિ કેરો કસુંબો પી

જે દેશની રક્ષા કાજે શત્રુઓની ગોળી છાતીમાં ઉતારે, છતાંય તેમની માતા આગે કુચકદમ શીખવે 

ધન્ય છે એમની જનેતાની દેશભક્તિ...


ન ટાઢ જૂએ ન તડકો ન જુએ વરસાદ ન દિવસ જુએ ન રાત એવા ઘડવૈયાનો પાર આઝાદીના દિવસે માનવો જ રહ્યો...


લોકોની સુરક્ષા જેને પોતાની જવાબદારી સમજી છે,એવા પોલીસ અને આર્મી જવાનોને કોટી કોટી વંદન...


હૈ ભારત માં અમે ધન્ય છીએ કે તારી ભૂમિ પર અમે જન્મ લીધો,તારી ભૂમિ પર અમે પ્રાર્થનાને કર્મ કર્યું માડી તારા આશીર્વાદ તારા ભૂલકા પર રાખજે, દેશની બોર્ડર પર ફરજ બજાવતા ભાઈઓને મારી ઉંમર આપી દેજે માડી....

હું રહું ન રહું માડી ભારતી તારી મુસ્કાન રહેવી જોઈએ, નથી કોઈ હિન્દુ નથી કોઈ મુસ્લિમ અમે સૌ તારા સંતાનો છીએ, માડી તું ભ્રષ્ટાચારી, કાળાબજારિયાઓને સદબુદ્ધિ આપજે,

આજના પાવનપર્વ નિમિત્તે  

તારી વંદના કરતાં ને શહીદોની ગાથાઓ ગાતા કવિઓની કલમ ન થાકે માડી, પ્રત્યેક દેશવાસીઓને

તું જાગૃત કરજે,બોર્ડર પર ઊભા રહેલા સિંહો ને તેમના પરિવારોની તું સદા રક્ષા કરજે....

જય હિન્દ ભારત આર્મી ....જય હિન્દ ભારતવાસી...

પંચોતેરમા આઝાદી દિવસની દેશવાસીઓને શુભેચ્છાઓ


Rate this content
Log in

Similar gujarati poem from Action